PM Surya Ghar Muft Bijli Yojana Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2024માં શરૂ કરવામાં આવેલી “PM સૂર્ય ઘર મફત વીજળી યોજના”નો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં મફત વીજળી પૂરી પાડવાનો છે. આ યોજના એવા વિસ્તારો પર ફોકસ કરે છે જ્યાં વીજળીની ઉપલબ્ધતા ઓછી છે. આ યોજના હેઠળ, લોકો તેમની છત પર સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરી શકે છે, જે તેમને 300 યુનિટ સુધી મફત વીજળી આપશે. તેનાથી તેમને ભારે વીજળી બિલમાંથી રાહત મળશે. આ યોજનાનો બીજો મોટો ફાયદો એ છે કે તે સ્વચ્છ અને હરિયાળી ઉર્જાને પ્રોત્સાહન આપે છે, જેનાથી પર્યાવરણનું રક્ષણ થાય છે અને દેશને ઉર્જા આત્મનિર્ભર બનવામાં મદદ મળે છે.
ઉદ્દેશ્ય:
પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં સસ્તી અને સતત વીજળી પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ, લોકો તેમની છત પર સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરી શકે છે અને 300 યુનિટ સુધી મફત વીજળીનો ઉપયોગ કરી શકે છે.
લાભ:
આ યોજનાથી પરિવારોને ભારે વીજળી બિલમાંથી રાહત મળશે. 300 યુનિટથી વધુ વીજળીના વપરાશ માટે માત્ર નજીવા ચાર્જ ચૂકવવાના રહેશે. વધુમાં, આ યોજના સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપે છે, જે પર્યાવરણનું પણ રક્ષણ કરશે. સૌર ઉર્જાનો ઉપયોગ અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડશે, જે દેશને ઉર્જા આત્મનિર્ભર બનવામાં મદદ કરશે.
પાત્રતા:
યોજનાની ઓફિશ્યિયલ વેબસાઈટ દ્વારા જાણવા મળેલ માહિતી અનુસાર, આ યોજના માત્ર ભારતીય નાગરિકો માટે છે. અરજદારની આવક રૂ. 6 લાખથી ઓછી હોવી જોઈએ અને સરકારી પગારદાર કે પેન્શનધારકો આ યોજનાનો લાભ મેળવી શકતા નથી.
જરૂરી દસ્તાવેજો:
સ્કીમની સત્તાવાર જાહેરાતમાં મળતી વિગતો મુજબ, આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવક પ્રમાણપત્ર, સરનામાનો પુરા,વો જાતિ પ્રમાણપત્ર, વીજળી બિલ તથા પાસપોર્ટ સાઇઝનો ફોટો જેવા ડોક્યુમેન્ટની જરૂર પડશે.
અરજી પ્રક્રિયા:
પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના માટે અરજી સંપૂર્ણપણે ઓનલાઈન કરી શકાય છે. રસ ધરાવતા અરજદારોએ સરકારની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને નોંધણી કરાવવાની રહેશે. ત્યાં તમારું રાજ્ય અને વીજળી વિતરણ કંપની પસંદ કરો, પછી ગ્રાહક નંબર અને મોબાઇલ નંબર દાખલ કરીને લોગિન કરો. આ પછી, ઓનલાઈન ફોર્મ ભરીને સોલર પેનલ માટે અરજી કરી શકાશે.
યોજનામાં મળતી છૂટ:
આ યોજના હેઠળ સરકાર દ્વારા 78,000 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. આ રિબેટ સોલાર પેનલ લગાવવાના ખર્ચને આવરી લેવામાં મદદ કરે છે. સોલાર પેનલ લગાવવા પાછળ રૂપિયા 40,000 જેટલો ખર્ચ થાય છે, જે સરકાર પોતે ભોગવે છે. આ યોજનામાં વધુમાં વધુ 3 કિલોવોટની સોલાર પેનલ લગાવી શકાય છે.
આવેદન કરવા માટે જરૂરી લિંક:
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
0 Comments